Sunday, September 24, 2023
Saturday, September 23, 2023
Monday, February 27, 2023
ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી છોટાઉદેપુર પોલીસ
૨૭/૦૨/૨૦૨૩
છોટાઉદેપુર જિલ્લામાં SBI ની સામે આવેલ સિલ્વર પ્લાઝા માં આવેલ દુકાનનું શટર તોડી અંદર પ્રેવશ કરી પ્લાસ્ટિક આઇટમોનો સરસામાન રાત્રે ચોરી થયાની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે અંગે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં પોલીસને મોટી સફળતા મળી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિલ્વર પ્લાઝામાં પઠાણ સલીમખાન યુસુફખાન દ્રારા પ્લાસ્ટિક આઇટમ ની દુકાન સેલ તરીકે ચાલતી હતી, જેમાં ઘર વપરાશ ની નાની-મોટી વસ્તુઓનો વેપાર કરીને તેમનું ગુજરાન ચલવતા હતા. જેમાં તા. ૨૫/૦૨/૨૦૨૩ ની રાત્રે સેલમાં બે ચોર દ્રારા શટર નું લોક તોડીને કિંમત આશરે એકાનું હજાર ચારસો નવ્વાણું (૯૧,૪૯૯/-) રૂ. નો પ્લાસ્ટીક સરસામાન ચોરી ગયા હતા.
જે તે બનાવ અંગે પોલીસ ફરિયાદ થતાં છોટાઉદેપુર પોલીસ દ્રારા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડીને ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને સુચના કરેલ.
જે અનુસંધાને શ્રી કે. એચ. સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર શ્રી એ.સી.પરમાર નાઓએ ગઇ તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ છોટાઉદેપુર ટાઉન સિલ્વર પ્લાઝામાં દુકાનમાં થયેલ ચોરી બાબતે છોટાઉદેપુર પો.સ્ટે./એ પાર્ટ ગુ.ર. નં. ૧૧૧૮૪૦૦૨૨૩૦૧૮૮/૨૦૨૩ ઈ.પી.કો .કલમ. ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ તે ચોરીના ગુનાને શોધી કાઢવા સારૂ હ્યુમન સોર્સીસ, જિલ્લા નેત્રમના સી.સી.ટીવી નું એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમો અંગે માહીતી એકત્રીત કરતા સિલ્વર પ્લાઝામાં દુકાનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
*પકડાયેલ ઈસમોના નામ અને સરનામા*
(૧) રાહુલભાઈ ઉર્ફે ગ્યાનપ્રસાદ મથુરપ્રસાદ રાજપુત, હાલ રહેઠાણ છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા તા. જી. છોટાઉદેપુર, મુળ રહેઠાણ નંગલાપુર તા. બર્તના જી. ઈટાવા ઉત્તરપ્રદેશ (UP)
(૨) પંકજભાઈ શિવદીશભાઈ રાજપુત, હાલ રહેઠાણ છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા, તા. જી. છોટાઉદેપુર, મુળ રહેઠાણ દોલનપુર તા.જી. ઓરીયા ઉત્તરપ્રદેશ (UP)
*સારી કામગીરી કરનાર*
(૧) એ.સી.પરમાર પોલીસ ઈન્સપેક્ટર
(૨) પો.સ.ઈ એન. એફ. બારીયા
(૩) અ.હે.કો નરેશભાઈ નગીનભાઈ
(૪) અ.પો.કો અરવિંદસિંહ મકનસિંહ
(૫) અ.પો.કો ઉનડભાઈ રામાભાઈ
(૬) અ.પો.કો પરથીદાન ઉમરદાન
(૭) આ.પો.કો રોહીતકુમાર માનસંગભાઈ
(૮) આ.પો.કો મેહુલભાઈ ડાયાભાઈ
(૯) આ.પો.કો કલ્પેશભાઈ દશરથભાઈ
*અહેવાલ: યાકૂબરઝા પઠાણ*
"અર્બન મેટ્રો ન્યુઝ"
છોટાઉદેપુર
9173506392
છોટાઉદેપુર
🔊🔊🔊🔊🔊🔊🔊
Wednesday, February 22, 2023
છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે આજરોજ એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસિબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા ના એસિબી પોલિસ અધિકારી ડી ડી વસાવા એ રૂ. 4000/- ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોર ને રાણી બંગલા પાસે આવેલ તેનાં ઘરે થી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. છોટા ઉદેપુર તાલુકા પંચાયત નરેગા વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર કર્મચારી આલમ માં ચકચાર મચી ગયો છે.
રિપોર્ટર: ઇમરાન મિર્ઝા
કેમેરામૈન: યાકુબરઝા પઠાણ
છોટાઉદેપુર
Sunday, February 19, 2023
માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીની સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ

પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો તથા સી ટીમ ક્વાંટ બજારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ક્વાંટ બજારમાં માનસીક રીતે પીડાતી એક અસ્વસ્થ સ્ત્રી જેનો કોઇ વાલીવારસ ન હોય અને આમતેમ ભટકતી હોય તેની સારવાર કરાવી તેના વાલીવારસ શોધી કાઢી તેના પરિવારને સોંપવા સુચનાઓ કરતા ક્વાંટ પોલીસ સ્ટાફ તથા સી ટીમના માણસો મળી સદરી બેનને ક્વાંટ સરકારી દવાખાને સારવાર કરાવી તેની ઝિણવટ ભરી રીતે પુછપરછ કરતા તેને પોતાનુ નામ નોમલીબેન માત્ર યાદ હોય જે નામ તથા તેના ફોટા ના આધારે ક્વાંટ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાઓ તથા મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલ ગામડાઓમાં જઈ તપાસ કરતા તેનુનામ નોમલીબેન સુરતાનભાઇ રૂપલાભાઇ રાઠવા રહે.કુમ્બી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર (મધ્યપ્રદેશ રાજ્ય) ની હોવાનુ જાણવા મળેલ અને તેના પરિવારમાં હાલ તેની દીકરી ગીતાબેન જે હાલ વાવી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર ખાતે રહેતી હોવાનુ જાણવા મળતા નોમલીબેનને ક્વાંટ પોલીસ તથા સી ટીમ સાથે રાખી તેની દિકરી ગેતાબેનના ઘરે વાવી ગામ ખાતે જઈને તેને સોપેલ છે આમ ક્વાંટ પોલીસ દ્વારા માનવતા દાખવી
દિકરી ગીતાબેન સાથે મિલન કરાવી માનવતા નું ઉદાહરણ આપ્યું છે
- સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી-
(૧) પો.સ.ઇ. શ્રી સી.એમ.ગામીત (ર) અ.હે.કો. હસમુખભાઇ કલ્યાણભાઇ (૩) અ.પો.કો. અશોકભાઇ વજેસિંહભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.
અહેવાલ: ઇમરાન મિર્ઝા
Tuesday, January 17, 2023
છોટાઉદેપુરમાં નવીન બની રહેલ ઓવરબ્રિજનું વાહનચાલકોએ જાતેજ લોકાર્પણ કરી નાખ્યું.
Monday, December 19, 2022
છોટાઉદેપુરમાં એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ લાઈબ્રેરી ખાલી ન કરાવવા આવેદનપત્ર આપ્યું.
તા.19/12/2022
છોટાઉદેપુરમાં સ્થિત નગરપાલિકા દ્રારા એસ.એફ.હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ બિલ્ડીંગને સાત દિવસમાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના સંદર્ભે આજરોજ એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું,છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ઉત્થાન કેન્દ્ર લાઈબ્રેરી કાર્યરત છે, જેમાં શાળાના અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચન કરવા માટે આવે છે, પરન્તુ જેતે બિલ્ડીંગને નગરપાલિકા દ્રારા સાત દિવસમાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેથી એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજરોજ નગરપાલિકામાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવેલ કે અમોને સાત દિવસ ની જગ્યાએ ત્રણ મહિનાની મુદ્દત આપવામાં આવે અને અમારી તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી અમોને લાઈબ્રેરી માટે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી અરજી કરી હતી.
રિપોર્ટ: પઠાણ યાકુબરઝા, છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝
Monday, December 5, 2022
છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું રસપ્રદ મતદાન
Sunday, November 6, 2022
ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો તથા ડુપ્લીકેટ ચેક બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ
છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ પાર્ટીઓ દ્વારા ચૂંટણી જાહેર થયા પહેલા પાર્ટીના બેનરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ તથા ચૂંટણી જાહેર થતાં નિયમ પ્રમાણે ઉતારી લેવાના હોય તથા દીવાલો પર લગાડેલા પોસ્ટરો પેન્ટિંગ હટાવી ઉતારી લેવાના હોય જે હજુ પણ યથાવત હાલતમાં છે, આદર્શ આચાર સહિતનો છડે ચોક ભંગ થતો હોય તેમ જણાઈ રહ્યું છે, તથા છોટાઉદેપુર નગરમાં તથા જિલ્લામાં સમગ્ર અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ રાજકીય પાર્ટીઓના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે, પરંતુ તંત્રના ધ્યાને આવ્યું હોય તેમ હજુ લાગતું નથી.
હાલમાં બે દિવસ અગાઉ ચૂંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી, સમગ્ર વહીવટી તંત્ર તથા પોલીસ ખાતું ચૂંટણીની કામગીરીમાં જોતરાઈ ગયું છે, ત્યારે ચુંટણી પ્રકીયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સચેદ થઈ ગયું છે, પરંતુ છોટાઉદેપુર પંથકમાં આચાર સંહિતા લાગુ થતા ઘણા જાહેર જગ્યાઓ ઉપર રાજકીય પક્ષોના બેનર પેઇન્ટિંગો લાગેલા હોય આચાર સંહિતાનો ભંગ થઈ રહયો હોઇ તેમ જોવાઇ રહ્યું છે. શું તંત્ર દ્રારા પણ વ્હાલા દવલાની નીતિ અપનાવામાં આવતી હશે ? તેમ પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે.
Tuesday, October 18, 2022
છોટાઉદેપુર પશુ ચિકિત્સાલય અબોલા પશુઓ માટે વરદાન રૂપ.
છોટાઉદેપુર જિલ્લાની આસપાસ 100 કરતા વધુ ગામો આવેલા છે, જેમાં ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી ખેતી કામ માટે દરેક ખેડૂતો પશુઓ પાળતા જ હોય છે, અને તે સિવાય પણ પશુ પ્રેમીઓ મરઘાં થી લઈને ઘોડા તેમજ દુધાળા પશુઓ ઉછેરતા હોય છે, આવામાં જો કોઈ પશુને કોઈ બીમારી લાગે કે કોઈક વાહન દ્રારા અકસ્માત થાય તો તરતજ લોકો છોટાઉદેપુર ખાતે આવેલ પશુ ચિકિત્સાલયમાં તેમના પશુને લઈને દોડી આવે છે, આ ચિકિત્સાલયમાં એકપણ રૂપિયો ફિસ લીધા વગર ડોકટરો અને તેમના સહયોગીઓ દ્રારા નિઃસ્વાર્થતા થી વર્ષોથી સેવાઓ આપી રહયાં છે,
જો મોંઘાદાટ પશુ લાવ્યા બાદ તેને કોઈ ગંભીર રોગ થાય તો પશુપાલકનું આખું ઘર તેની સારવારના ખર્ચામાં હેરાન થઇ જાય છે. એવામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલ આ મફત ચિકિત્સા પશુપાલકોમાં અઢળક પ્રશંસા પામી રહી છે.
તે સિવાય જે પશુઓ અહીંયા લાવવામાં સક્ષમ ન હોય તેવા પશુઓ માટે ઘર બેઠા પણ આ પશુ સેવા પુરી પાડવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે.
"અર્બન મેટ્રો ન્યુઝ"
રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝



































