Welcome to E Kranti News Portal

Wednesday, February 22, 2023

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે આજરોજ એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસિબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા ના એસિબી પોલિસ અધિકારી ડી ડી વસાવા એ રૂ. 4000/- ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોર ને રાણી બંગલા પાસે આવેલ તેનાં ઘરે થી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. છોટા ઉદેપુર તાલુકા પંચાયત નરેગા વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર કર્મચારી આલમ માં ચકચાર મચી ગયો છે.

રિપોર્ટર: ઇમરાન મિર્ઝા
કેમેરામૈન: યાકુબરઝા પઠાણ
છોટાઉદેપુર