Welcome to E Kranti News Portal

Sunday, February 19, 2023

માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીની સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ

કવાંટ બજારમાં આમ તેમ ભટકતી માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીની સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ

 પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો તથા સી ટીમ ક્વાંટ બજારમાં પેટ્રોલીંગમાં  હતા તે દરમ્યાન ક્વાંટ બજારમાં માનસીક રીતે પીડાતી એક અસ્વસ્થ સ્ત્રી જેનો કોઇ વાલીવારસ ન હોય અને આમતેમ ભટકતી હોય તેની સારવાર કરાવી તેના વાલીવારસ શોધી કાઢી તેના પરિવારને સોંપવા સુચનાઓ કરતા ક્વાંટ પોલીસ સ્ટાફ તથા સી ટીમના માણસો મળી સદરી બેનને ક્વાંટ સરકારી દવાખાને સારવાર કરાવી તેની ઝિણવટ ભરી રીતે પુછપરછ કરતા તેને પોતાનુ નામ નોમલીબેન માત્ર યાદ હોય જે નામ તથા તેના ફોટા ના આધારે ક્વાંટ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાઓ તથા મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલ ગામડાઓમાં જઈ તપાસ કરતા તેનુનામ નોમલીબેન સુરતાનભાઇ રૂપલાભાઇ રાઠવા રહે.કુમ્બી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર (મધ્યપ્રદેશ રાજ્ય) ની હોવાનુ જાણવા મળેલ અને તેના પરિવારમાં હાલ તેની દીકરી ગીતાબેન જે હાલ વાવી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર ખાતે રહેતી હોવાનુ જાણવા મળતા  નોમલીબેનને ક્વાંટ પોલીસ તથા સી ટીમ સાથે રાખી તેની દિકરી ગેતાબેનના ઘરે વાવી ગામ ખાતે જઈને તેને સોપેલ છે આમ ક્વાંટ પોલીસ દ્વારા માનવતા દાખવી
 
 દિકરી ગીતાબેન સાથે મિલન કરાવી માનવતા નું ઉદાહરણ આપ્યું છે


- સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી-

(૧) પો.સ.ઇ. શ્રી સી.એમ.ગામીત (ર) અ.હે.કો. હસમુખભાઇ કલ્યાણભાઇ (૩) અ.પો.કો. અશોકભાઇ વજેસિંહભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.

અહેવાલ: ઇમરાન મિર્ઝા