Welcome to E Kranti News Portal

Monday, February 27, 2023

ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી છોટાઉદેપુર પોલીસ

૨૭/૦૨/૨૦૨૩

છોટાઉદેપુર જિલ્લામાં SBI ની સામે આવેલ સિલ્વર પ્લાઝા માં આવેલ દુકાનનું શટર તોડી અંદર પ્રેવશ કરી પ્લાસ્ટિક આઇટમોનો સરસામાન રાત્રે ચોરી થયાની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે અંગે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં પોલીસને મોટી સફળતા મળી જવા પામી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર સિલ્વર પ્લાઝામાં પઠાણ સલીમખાન યુસુફખાન દ્રારા  પ્લાસ્ટિક આઇટમ ની દુકાન સેલ તરીકે  ચાલતી હતી, જેમાં ઘર વપરાશ ની નાની-મોટી વસ્તુઓનો વેપાર કરીને તેમનું ગુજરાન ચલવતા હતા. જેમાં તા. ૨૫/૦૨/૨૦૨૩ ની રાત્રે સેલમાં બે ચોર દ્રારા શટર નું લોક તોડીને કિંમત આશરે એકાનું હજાર ચારસો નવ્વાણું (૯૧,૪૯૯/-) રૂ. નો પ્લાસ્ટીક સરસામાન ચોરી ગયા હતા.


જે તે બનાવ અંગે પોલીસ ફરિયાદ થતાં છોટાઉદેપુર પોલીસ દ્રારા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડીને ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને સુચના કરેલ.
જે અનુસંધાને શ્રી કે. એચ. સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર શ્રી એ.સી.પરમાર નાઓએ ગઇ તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ છોટાઉદેપુર ટાઉન સિલ્વર પ્લાઝામાં દુકાનમાં થયેલ ચોરી બાબતે છોટાઉદેપુર પો.સ્ટે./એ પાર્ટ ગુ.ર. નં. ૧૧૧૮૪૦૦૨૨૩૦૧૮૮/૨૦૨૩ ઈ.પી.કો .કલમ. ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ તે ચોરીના ગુનાને શોધી કાઢવા સારૂ હ્યુમન સોર્સીસ, જિલ્લા નેત્રમના સી.સી.ટીવી નું એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમો અંગે માહીતી એકત્રીત કરતા સિલ્વર પ્લાઝામાં દુકાનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.


*પકડાયેલ ઈસમોના નામ અને સરનામા*

(૧) રાહુલભાઈ ઉર્ફે ગ્યાનપ્રસાદ મથુરપ્રસાદ રાજપુત, હાલ રહેઠાણ છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા તા. જી. છોટાઉદેપુર, મુળ રહેઠાણ નંગલાપુર તા. બર્તના જી. ઈટાવા ઉત્તરપ્રદેશ (UP)

(૨) પંકજભાઈ શિવદીશભાઈ રાજપુત, હાલ રહેઠાણ છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા, તા. જી. છોટાઉદેપુર, મુળ રહેઠાણ દોલનપુર તા.જી. ઓરીયા ઉત્તરપ્રદેશ (UP)


*સારી કામગીરી કરનાર*

(૧) એ.સી.પરમાર પોલીસ ઈન્સપેક્ટર
(૨) પો.સ.ઈ એન. એફ. બારીયા
(૩) અ.હે.કો નરેશભાઈ નગીનભાઈ
(૪) અ.પો.કો અરવિંદસિંહ મકનસિંહ
(૫) અ.પો.કો ઉનડભાઈ રામાભાઈ
(૬) અ.પો.કો પરથીદાન ઉમરદાન
(૭) આ.પો.કો રોહીતકુમાર માનસંગભાઈ
(૮) આ.પો.કો મેહુલભાઈ ડાયાભાઈ
(૯) આ.પો.કો કલ્પેશભાઈ દશરથભાઈ



*અહેવાલ: યાકૂબરઝા પઠાણ*
"અર્બન મેટ્રો ન્યુઝ"
છોટાઉદેપુર
9173506392
છોટાઉદેપુર
🔊🔊🔊🔊🔊🔊🔊