Welcome to E Kranti News Portal

Monday, December 5, 2022

છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું રસપ્રદ મતદાન

 

5 મી ડિસેમ્બરે ગુજરાતમાં યોજાનાર બીજા તબક્કાનું મતદાન અંતયંત રસપ્રદ જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસ અને ભાજપ ની જંગમાં આમ આદમી પાર્ટી જોડાતાં ત્રિપાંખિયા જેવી સ્થિતિ ઉદ્ભવી છે, ત્યારે આ જંગમાં કોણ કોની સીટ તોડશે અને કોણ કોની સીટ પર કબજો જમાવશે તેવી લોકચર્ચા અંતયંત રસપ્રદ વિષય બની જવા પામી છે. 


ચુટણી એ લોકશાહીનું ધબકતું હૃદય છે અને તેમાં મત આપવો એ દરેક નાગરિકની ફરજ છે,
આજે સવારે 8 વાગ્યા થીજ છોટાઉદેપુરમાં લોકો પોતપોતાના બુથ ઉપર તેમની નાગરિકતાની ફરજ નિભાવવા એટલેકે મતદાન કરવા હાજર થઈ ગયા હતા, જેમ-જેમ લોકો ગાડીઓ અને રિક્ષાઓમાં મતદાન કરવા દોટ મૂકી રહ્યા હતા તેમ-તેમ અન્ય લોકોમાં પણ કુતુહલ સર્જાઈ રહ્યું હતું.


આ મતદાનમાં તમામ રાજકીય પક્ષોએ પણ પોતાનું મત આપીને પોતાનું નામ નોંધાવ્યું હતું.

આ વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ નાગરિકોને રીઝવવા પોતાના પ્રચાર અને પ્રસાર માટે એડી થી ચોટી સુધીનો જોર લગાવી દીધો હતો,  


આ છોટાઉદેપુર-137 વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધી લગભગ 25 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સાંજના 5 વાગ્યા સુધીનું કુલ 56.67 ટકા મતદાન થયુ હતું.

હવે ગુજરાતમાં શું પરિવર્તન આવશે અને કોનો ભાવિ વિકાસ રંગ જમાવશે એ 8મી ડિસેમ્બરના પરિણામ પછીજ  જોવા મળશે.

રિપોર્ટ: યાકુબરઝા
છોટાઉદેપુર
9173506392
📝✒️📰🗞️📰✒️📝