આરોપી કીષ્ણાકુમાર અમરદાસભાઇ રાઠવા. રહે. મુંડામોર તા. કવાટ, જી. છોટાઉદેપુર નાને ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો તથા ગુગલ થી ડાઉનલોડ કરી પ્રિન્ટેડ ડુપ્લીકેટ ચેક બનાવવા તેમજ તેઓએ સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળા રહે-કવાંટ વાળા પાસેથી લિધેલ હુન્ડાઇ વરના ગાડી નાં રૂપિયા આપવાના બદલે ડુપ્લીકેટ નોટો અને ડુપ્લીકેટ ચેક સાચા તરીકે પધરાવવાના ગુન્હામાં ઝડપી પાડવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્રારા શ્રી અધિક પોલીસ મહાનિદેશક શ્રી એ.ટી.એસ. ગુજરાત રાજ્ય અમદાવાદ તથા શ્રી સંદિપ સિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, શ્રી જે.પી. મેવાડા સાહેબની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એચ. વાઘેલા સાહેબે એસ.ઓ.જી. ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી માહીતી મળેલ કે આરોપી નામે કીષ્ણાકુમાર અમદાસભાઇ રાઠવા ઉ.વ ૨૨ રહે. મુંડામોર નિશાળ ફળીયા તા.કવાંટ જી, છોટાઉદેપુર બનાવટી ભારતીય ચલણી નોટો ઇલેક્ટ્રોનીક કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા મોબાઇલ વડે અથવા અન્ય કોઈ સાધન વડે ભારતીય ચલણી નોટો છાપી પ્રીન્ટ કાઢી તેણે છાપેલ નોટોનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ તેઓએ સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળા રહે-કવાંટ વાળા પાસેથી લિધેલ હુન્ડાઇ વરના ગાડી રજી.નં. GJ-22-A-7771ની રૂપીયા ૨,૫૦,૦૦૦/- મા વેચાણ રાખી તેના રૂપીયા આપવાના બદલે પોતે પોતાના મોબાઇલ ફોનમા ગુગલ ઉપરથી એક ચેક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવા માટે સૈડીવાસણ ચોકડી ખાતે આવેલ ઓનલાઈનનુ કામ કરતા સંદિપભાઇ રાઠવાને તેના ફોનમાંથી વ્હોટસએપ કરી પ્રિન્ટ કઢાવી તે બનાવટી ચેકનો સાચા તરીકે ઉપયોગ કરવા માટે સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળાને આપી તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ હોય જે અંગે પાનવડ પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહિ એસ.ઓ.જી. છોટાઉદેપુર કરી રહેલ છે.
આ ગુનાની તપાસ દરમ્યાન હજુ ઘણા ભેદ ખુલે તેવી શકયતા છે.
પકડાયેલ ઇસમ (૧) કીષ્ણાકુમાર અમરદાસભાઇ રાઠવા ઉ.વ. ૧૯ રહે. રંગપુર આનંદ નિકેતન આશ્રમ,
તા. કવાંટ, મુળ રહે. મુંડામોર તા. કવાટ, જી. છોટાઉદેપુર
કબ્જે કરેલ મુદ્દામાલ (૧) રૂ.૧૦૦-૧૦૦ ના દરની ભારતીય ચલણી નોટો નંગ- તથા (૨) કોમ્પ્યુટર (૩) પ્રિંટર
નંગ -૩ કિ.રૂ.૧૭૦૦૦/- (૪) ચલણી નોટો બનાવવા ઉપયોગમા લેવાયેલ સફેદ કોરા કાગળો (૫) મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૬) આધાર કાર્ડ (૭) પાનકાર્ડ (૮) બનાવટી ચલણી નોટો કાપવાની કાતર
કામગીરી કરનાર:
SOG I/C પો.ઈન્સ. શ્રી.જે.પી.મેવાડા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી.ડી.એચ. વાધેલા, ASI નિતેષભાઈ રાયસીંહ, ASI ભાવસીંગભાઇ બનીયાભાઇ, ASI રઘુવીરભાઇ દિલીપભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષભાઇ લક્ષમણભાઇ, HC મિનેષભાઇ નારસીંગભાઇ, HC રમેશભાઇ કંદુભાઇ, HC દશરથભાઇ લચ્છુભાઇ, HC મહેશભાઇ રજુભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ, PC સુરેશકુમાર ખુમાનસિંહ, PC વિજયભાઇ કાળાભાઇ તથા HC પ્રવિણભાઇ તેરીયાભાઇ તથા WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ, WPC હિરલબેન અમુભાઇ નાઓ જોડાયેલ હતા.
રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝