Welcome to E Kranti News Portal

Monday, December 19, 2022

છોટાઉદેપુરમાં એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ લાઈબ્રેરી ખાલી ન કરાવવા આવેદનપત્ર આપ્યું.

તા.19/12/2022

છોટાઉદેપુરમાં સ્થિત નગરપાલિકા દ્રારા એસ.એફ.હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ બિલ્ડીંગને સાત દિવસમાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના સંદર્ભે આજરોજ એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું,છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ઉત્થાન કેન્દ્ર લાઈબ્રેરી કાર્યરત છે, જેમાં શાળાના અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચન કરવા માટે આવે છે, પરન્તુ જેતે બિલ્ડીંગને નગરપાલિકા દ્રારા સાત દિવસમાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેથી એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજરોજ નગરપાલિકામાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવેલ કે અમોને સાત દિવસ ની જગ્યાએ ત્રણ મહિનાની મુદ્દત આપવામાં આવે અને અમારી તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી અમોને લાઈબ્રેરી માટે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી અરજી કરી હતી.

રિપોર્ટ: પઠાણ યાકુબરઝા, છોટાઉદેપુર




📝✒️📰🗞️📰✒️📝