Welcome to E Kranti News Portal

Sunday, November 6, 2022

છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ

છોટાઉદેપુરમાં આચાર સંહિતા લાગુ થયા પછી ઘણી જગ્યાઓ ઉપર રાજકીય પક્ષોના બેનરો હટાયાવા અને પેન્ટિંગ પર કૂચડા ફેરવવામાં આવ્યા, પણ ઘણી જગ્યા તંત્રને ધ્યાને આવ્યું નહીં હોય તેમ લાગી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ પાર્ટીઓ દ્વારા ચૂંટણી જાહેર થયા પહેલા પાર્ટીના બેનરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ  તથા ચૂંટણી જાહેર  થતાં  નિયમ પ્રમાણે ઉતારી લેવાના હોય તથા દીવાલો પર લગાડેલા પોસ્ટરો પેન્ટિંગ હટાવી ઉતારી  લેવાના હોય જે હજુ પણ યથાવત હાલતમાં છે, આદર્શ આચાર સહિતનો છડે ચોક ભંગ થતો હોય તેમ જણાઈ રહ્યું છે, તથા છોટાઉદેપુર નગરમાં તથા જિલ્લામાં સમગ્ર અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ રાજકીય પાર્ટીઓના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે, પરંતુ તંત્રના ધ્યાને આવ્યું હોય તેમ હજુ લાગતું નથી.


હાલમાં બે દિવસ અગાઉ ચૂંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી, સમગ્ર વહીવટી તંત્ર  તથા પોલીસ ખાતું ચૂંટણીની કામગીરીમાં જોતરાઈ ગયું છે, ત્યારે ચુંટણી પ્રકીયા  દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સચેદ થઈ ગયું છે, પરંતુ છોટાઉદેપુર પંથકમાં આચાર સંહિતા લાગુ થતા ઘણા જાહેર જગ્યાઓ ઉપર રાજકીય પક્ષોના બેનર પેઇન્ટિંગો લાગેલા હોય આચાર સંહિતાનો ભંગ થઈ રહયો હોઇ તેમ જોવાઇ રહ્યું છે.  શું તંત્ર દ્રારા પણ વ્હાલા દવલાની  નીતિ અપનાવામાં આવતી હશે ? તેમ પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે.


"અર્બન મેટ્રો ન્યુઝ"
રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝