Welcome to E Kranti News Portal

UDYAM-GJ-28-0009241

Thursday, November 6, 2025

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રેત માફિયાઓનો તાંડવ! કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ સામે તંત્ર મૌન?

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રેત માફિયાઓનો બેફામ ખેલ — સરકારના તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રેત માફિયાઓનો તાંડવ! 
કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ સામે તંત્ર મૌન?

છોટાઉદેપુર જિલ્લાના જીવનસ્રોત સમાન ઓરસંગ નદી આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે.
નદીની સોના જેવી સફેદ રેતી, જે જિલ્લાની ઓળખ અને આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે, તેનો માફિયાઓ દ્વારા બેફામ અને બેરોકટોક શોષણ ચાલી રહ્યું છે.
રાત-દિવસ બેનંબરી ખનન થતું જોવા મળી રહ્યું છે, ખાસ કરીને સુસ્કાલ, કુકણા અને જબુગામ વિસ્તારમાં.

વાયરલ થયેલા વીડિયોમાં માફિયાઓને ખુલ્લેઆમ નદીમાંથી રેતી ઉપાડતા જોવા મળી રહ્યા છે — તંત્ર જાણે મૌન છે!
જ્યારે સરકાર “સબ સલામત”ની વાત કરે છે, ત્યારે આ લૂંટ કેમ અટકતી નથી? એ સવાલ હવે જનતાના મનમાં ઉઠી રહ્યો છે.

⚠ મુખ્ય સવાલો:

ખાન અને ખનીજ ખાતા દ્વારા હજુ સુધી રેતી લીઝની હદ નિશાની કેમ નથી નક્કી કરવામાં આવી?

GPS સિસ્ટમ હોવા છતાં ટ્રક અને હિટાચી મશીનો કેવી રીતે બેફામ રેતી લઈ જઈ રહી છે?

શું તંત્ર આંખ આડા કાન કરીને માફિયાઓને આશીર્વાદ આપી રહ્યું છે?


🌍 પરિણામો:

ઊંડા ખાડા અને પાણીના ઘટાડાથી અનેક લોકોના જીવ ગયા.

ઓવરલોડ વાહનોને કારણે બ્રિજ અને રસ્તાઓ ખરાબ હાલતમાં.

ખેડૂતોને પાણીની અછત અને પાકના નુકસાનનો સામનો.

પાવી-જીતપુર જેવા વિસ્તારોના વિકાસની ગતિ મંદ પડી.


વારંવારની રજૂઆતો, ફરિયાદો અને આંદોલનો છતાં સ્થિતિ યથાવત છે.
પ્રશ્ન એ છે કે — શું સરકારી તંત્ર ખરેખર નિષ્ફળ છે કે પછી રાજકીય આશીર્વાદથી માફિયાઓ મસ્ત છે?

છોટાઉદેપુરની જનતાએ હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
ઓરસંગ નદી બચાવવી છે તો હવે જાગૃત થવાનું રહેશે.

પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવીજ લેટેસ્ટ સચોટ અને સાચી ખબરો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાંજ સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઈક કોમેન્ટ પણ જરૂર કરશો, ધન્યવાદ.

ઈ ક્રાંતિ ન્યૂઝ 
અહેવાલ: પઠાણ યાકુબરઝા, છોટાઉદેપુર
 

 

Saturday, November 1, 2025

દાહોદની એક હોસ્પિટલમાં ત્રણ મહિના પહેલા મધ્ય પ્રદેશના અકસ્માત થી મૃત્યુ પામેલ યુવાનની આત્મા બોલાવવા સ્વજનોએ તાંત્રિકને બોલાવી વિવિધ નુસ્ખા અજમાવ્યા. હોસ્પિટલ પરિસરમાં થયેલી આ વિધિએ ભારે ચકચાર મચાવી, જ્યારે વિજ્ઞાન જાથાએ આવા અંધશ્રદ્ધા આધારિત કૃત્યો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી. 🦅 E Kranti News🦅
 बदलाव हम लाएंगे

 

Wednesday, October 29, 2025

ભાજપથી રાજીનામું આપ્યા બાદ રાજેશ રાઠવા “AAP” સાથે જોડાયા પુનિયાવાંટમાં આપની જનસભામાં તોફાની ઉપસ્થિતિ

AAP ની ગુજરાત જોડો જનસભા. ભાજપમાંથી રાજીનામું આપનાર રાજેશ રાઠવાની “AAP” જનસભા પુનિયાવાંટમાં ગર્જના | છોટાઉદેપુર રાજકારણ ગરમાયું 🎤 આવો જુઓ છોટાઉદેપુરની તાજી રાજકીય હલચલ. છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં મોટો ધમાકો! ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજેશભાઈ રાઠવા હવે "આમ આદમી પાર્ટી" સાથે દેખાયા. પુનિયાવાંટ ગામમાં યોજાયેલી AAP ની જનસભામાં રાજેશભાઈ રાઠવાએ ભાજપ પર તીવ્ર પ્રહાર કર્યા અને નવા રાજકીય દિશા વિશે ઈશારો આપ્યો. જુઓ આ જનસભાના મુખ્ય મોમેન્ટ્સ અને જાણો શું કહ્યું રાજેશભાઈએ “AAP” ના મંચ પરથી! 📍સ્થળ: પુનિયાવાંટ, છોટાઉદેપુર 📅 ઇવેન્ટ: AAP ની ગુજરાત જોડો જનસભા

 

Tuesday, October 28, 2025

બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે દીપડો દેખાતા હાહાકાર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે દીપડો દેખાતા હાહાકાર મચ્યો. દીપડાનો પશુ પર શિકાર લાઈવ વીડિયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું. પાંજરાં મુકાયા, ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના અપાઈ અને વિસ્તારનું મોનિટરિંગ ચાલુ. વીડિઓ જુઓ 

🦅 E Kranti News🦅

 

Saturday, October 25, 2025

ખતરનાક! 'કાર્બાઇડ ગન ચેલેન્જ'નું પરિણામ: 200 થી વધુ બાળકો અંધ બન્યા!

 

દિવાળીની મજા બની દુઃખનો કારણ

કાર્બાઇડ ગન’નો કહેર, 
200થી વધુ બાળકોની આંખે અંધારું
👇Video Link👇
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅

Monday, October 20, 2025

दीपावली पर्व की हार्दिक शुभकामनाएं

🪔🎈🍥 दीपावली पर्व की हार्दिक शुभकामनाएं I 🪔🎈🍥 

          एकादशी से शुरू हुआ पर्व धनतेरस, दीपावली और भाईदूज पर आकर समाप्त हो जाएगा।
🍥🎈 
रोशनी, मिठाई और  पटाखों की ध्वनि के साथ दीपावली और लाभ पांचम का शोरगुल भी सब थम जाएगा,

🎈🍥 किन्तु...
      जला के रखना एक दीपक आश का🪔 दूसरा दीपक विश्वास का🪔 तीसरा दीपक प्रेम का🪔 चौथा दीपक शांति का🪔 पांचवां दीपक  मुस्कुराहट का🪔 छठा दीपक अपनों के साथ का🪔 सातवां दीपक स्वास्थ्य का🪔 आठवां दीपक भाईचारे का🪔 नववां दीपक बड़ों के आशीर्वाद का🪔 दसवां दीपक छोटों के दुलार का🪔 ग्यारहवां दीपक निस्वार्थ सेवा का🪔

      इन ग्यारह दीपों के साथ बिताना अगले ग्यारह महीने, फिर दीपावली आ जाएगी। फिरसे आने वाली दीपावली पर नए दीपक जला लेना । धन्यवाद💐

🪔 दीपों सा जगमग हो हर पल आपका, खुशियां हों अपार 🪔 
       हर कदम पर मिले सफलता आपको,
जीवन मे हो उमंग- उत्साह अपरंपार... 💃🎈🍥
 इस दीपोत्सव पर 🦅 ई क्रांति न्यूज 🦅 की ओर से आपको, आपके परिवार एवं मित्र संबंधियों की यही दुआओं भरा उपहार.,,,
दीप पर्व की अनेकानेक शुभकामनाएं🎈🍥💐

🪔💐🎈🍥🪔🎈
http://youtube.com/post/UgkxsEgxMm054Yj40ZIUE4cLNxeSRWTlfBgb?si=3ItOtWLWZ2O_OzUl
🍥🎈🪔🍥🎈🪔
Join WhatsApp channel 
https://whatsapp.com/channel/0029VaAApS3CMY0Q5PAhOD2A
🍥🎈🪔🍥🎈🪔

 

Sunday, October 19, 2025

સુસ્કાલ પાસે દારૂ ભરેલી ફોરવ્હીલ ગાડીનો અકસ્માત – નિર્દોષ બાળકીનું મોત


બ્રેકિંગ ન્યૂઝ: 

સુસ્કાલ પાસે દારૂ ભરેલી ફોરવ્હીલ ગાડીનો અકસ્માત –
 

નિર્દોષ બાળકીનું મોત 



છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે આજે રાત્રીના આશરે 10 વાગ્યે એક ફોરવ્હીલ ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
આ અકસ્માતમાં એક નિર્દોષ બાળકીનું દુર્ભાગ્યે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત બાદ બાળકી ને તાત્કાલિક પાવીજેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું.

દુર્ઘટનાગ્રસ્ત વાહનની તપાસ દરમિયાન ગાડીમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જ્યારે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂના જથ્થા વિરુદ્ધ સતત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આવી દારૂ ભરેલી ગાડીઓ બિનઅટકેલી રીતે પસાર થતી હોવાની ચર્ચા ઉઠી રહી છે.

સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકોએ આ બનાવની કડક તપાસ કરીને દારૂના ગેરકાયદે રેલમછેલ પર વધુ અસરકારક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે.


 

બોડેલીમાં ચકચાર – વિશ્રામ ગૃહ સામે મળી અજાણી મહિલાનો મૃતદેહ


 

બોડેલીમાં ચકચાર – વિશ્રામ ગૃહ સામે મળી અજાણી મહિલાનો મૃતદેહ!
મૃત્યુનું કારણ હત્યા છે કે કુદરતી મોત – તે અંગેનું રહસ્ય હજી અકબંધ...
👇Read more 👇
http://youtube.com/post/UgkxZazwvypdK559vIl11n6bft0Q7n0fjf15?si=k8ygngL8YCqva1jv
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
MSME Registration no.
UDYAM-GJ-28-0009241
🗞📰🗞📰🗞📰🗞
𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘  💌
https://tinyurl.com/yckrdaww
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
Join WhatsApp channel 
https://whatsapp.com/channel/0029VaAApS3CMY0Q5PAhOD2A
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅

 

Saturday, October 14, 2023

16 Sep. સોમવારે કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી રાખવા માટે ના ટેસ્ટિંગ મેસેજ દરેક મોબાઈલમાં આવનાર છે

દર્શક મિત્રો, આવાજ સમાચાર નિહાળવા તેમજ આપના પ્રશ્નો અને સમસ્યાઓ નિવારવા www.youtube.com/@Ekrantinews ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેશો. ધન્યવાદ...વીડિઓ જોવા માટે "Read More...." પર ક્લિક કરો 

 

Monday, October 9, 2023

છોટાઉદેપુર નગરમાં કુસુમસાગર તળાવમાં થતી ગંદકીથી નગરજનો ભારે પરેશાન, કિનારે રહેતા રહીશોની હાલત કફોડી

દર્શક મિત્રો, આવાજ સમાચાર નિહાળવા તેમજ આપના પ્રશ્નો અને સમસ્યાઓ નિવારવા www.youtube.com/@Ekrantinews ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેશો. ધન્યવાદ...