બ્રેકિંગ ન્યૂઝ:
સુસ્કાલ પાસે દારૂ ભરેલી ફોરવ્હીલ ગાડીનો અકસ્માત –
નિર્દોષ બાળકીનું મોત
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે આજે રાત્રીના આશરે 10 વાગ્યે એક ફોરવ્હીલ ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
આ અકસ્માતમાં એક નિર્દોષ બાળકીનું દુર્ભાગ્યે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત બાદ બાળકી ને તાત્કાલિક પાવીજેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું.
દુર્ઘટનાગ્રસ્ત વાહનની તપાસ દરમિયાન ગાડીમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જ્યારે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂના જથ્થા વિરુદ્ધ સતત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આવી દારૂ ભરેલી ગાડીઓ બિનઅટકેલી રીતે પસાર થતી હોવાની ચર્ચા ઉઠી રહી છે.
સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકોએ આ બનાવની કડક તપાસ કરીને દારૂના ગેરકાયદે રેલમછેલ પર વધુ અસરકારક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે.








0 comments:
Post a Comment
आपकी विशेष टिपण्णी और सुझाव का हमे इंतज़ार रहेगा