Welcome to E Kranti News Portal

UDYAM-GJ-28-0009241

Tuesday, January 17, 2023

છોટાઉદેપુરમાં નવીન બની રહેલ ઓવરબ્રિજનું વાહનચાલકોએ જાતેજ લોકાર્પણ કરી નાખ્યું.

17/01/2023

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેશન વિસ્તારમાં રેલવે ફાટકના અડધા-અધૂરા બ્રિજ ના કારણે પ્રજાને આવવા-જવામાં હાલાકી નો સામનો ભોગવવો પડી રહ્યોં હતો, જેના કારણે વાહન ચાલકોએ તંત્ર દ્રારા લોકાર્પણ થાય તે પહેલાજ ઓવરબ્રિજ ઉપરથી વાહનોની હેરાફેરી શરૂ કરી નાખી.


છોટાઉદેપુર જિલ્લાની હાઇવે નંબર 62 ઉપર થી રેલવે ફાટક નંબર 101 પથરાયેલી છે, જેના ઉપરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે, જેના કારણે અનેકવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હતી, આ ટ્રેક ઉપર ઓવરબ્રિજ બને તે માટે પ્રજા દ્રારા અવાર-નવાર માંગ ઉઠવા પામી હતી, અંતે પ્રજા અને વાહન ચાલકોની મુશ્કેલીઓનો અંત લાવવા માટે તંત્ર દ્રારા પોલીસ સ્ટેશન થી વસેડી ગામ સુધી ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

 
જેના કારણે છોટાઉદેપુરને દેવગઢ બારીયા, દાહોદ અને ગોધરા જેવા મુખ્ય મથકોને જોડતો આ માર્ગ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકો દોઢ થી બે કિમિ. દૂર ગરનાળા માંથી થઈને અવર-જવર કરવા મજબુર બન્યા હતા, તેમજ અન્ય ભારદારી વાહનોને બીજા સિંગલ રોડ થઈને જતા લગભગ 10 થી 12 કિમિ. વધુ અંતર કાપવું પડી રહ્યું હતુહતુ
અંતે ઓવરબ્રિજનું બાંધકામ લગભગ સંપૂર્ણ થવા માંજ હતું કે વાહન ચાલકોનું સબર નું બાંધ તૂટી ગયું અને તંત્ર દ્રારા ઓવરબ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાજ બ્રિજ ઉપર વાહનો દોડતા થઈ ગયા.

"અર્બન મેટ્રો ન્યુઝ"
અહેવાલ: યાકુબરઝા
છોટાઉદેપુર


📝✒️📰🗞️📰✒️📝
 

0 comments:

Post a Comment

आपकी विशेष टिपण्णी और सुझाव का हमे इंतज़ार रहेगा