Welcome to E Kranti News Portal

UDYAM-GJ-28-0009241

Thursday, November 6, 2025

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રેત માફિયાઓનો તાંડવ! કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ સામે તંત્ર મૌન?

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રેત માફિયાઓનો બેફામ ખેલ — સરકારના તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં રેત માફિયાઓનો તાંડવ! 
કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ સામે તંત્ર મૌન?

છોટાઉદેપુર જિલ્લાના જીવનસ્રોત સમાન ઓરસંગ નદી આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે.
નદીની સોના જેવી સફેદ રેતી, જે જિલ્લાની ઓળખ અને આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે, તેનો માફિયાઓ દ્વારા બેફામ અને બેરોકટોક શોષણ ચાલી રહ્યું છે.
રાત-દિવસ બેનંબરી ખનન થતું જોવા મળી રહ્યું છે, ખાસ કરીને સુસ્કાલ, કુકણા અને જબુગામ વિસ્તારમાં.

વાયરલ થયેલા વીડિયોમાં માફિયાઓને ખુલ્લેઆમ નદીમાંથી રેતી ઉપાડતા જોવા મળી રહ્યા છે — તંત્ર જાણે મૌન છે!
જ્યારે સરકાર “સબ સલામત”ની વાત કરે છે, ત્યારે આ લૂંટ કેમ અટકતી નથી? એ સવાલ હવે જનતાના મનમાં ઉઠી રહ્યો છે.

⚠ મુખ્ય સવાલો:

ખાન અને ખનીજ ખાતા દ્વારા હજુ સુધી રેતી લીઝની હદ નિશાની કેમ નથી નક્કી કરવામાં આવી?

GPS સિસ્ટમ હોવા છતાં ટ્રક અને હિટાચી મશીનો કેવી રીતે બેફામ રેતી લઈ જઈ રહી છે?

શું તંત્ર આંખ આડા કાન કરીને માફિયાઓને આશીર્વાદ આપી રહ્યું છે?


🌍 પરિણામો:

ઊંડા ખાડા અને પાણીના ઘટાડાથી અનેક લોકોના જીવ ગયા.

ઓવરલોડ વાહનોને કારણે બ્રિજ અને રસ્તાઓ ખરાબ હાલતમાં.

ખેડૂતોને પાણીની અછત અને પાકના નુકસાનનો સામનો.

પાવી-જીતપુર જેવા વિસ્તારોના વિકાસની ગતિ મંદ પડી.


વારંવારની રજૂઆતો, ફરિયાદો અને આંદોલનો છતાં સ્થિતિ યથાવત છે.
પ્રશ્ન એ છે કે — શું સરકારી તંત્ર ખરેખર નિષ્ફળ છે કે પછી રાજકીય આશીર્વાદથી માફિયાઓ મસ્ત છે?

છોટાઉદેપુરની જનતાએ હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
ઓરસંગ નદી બચાવવી છે તો હવે જાગૃત થવાનું રહેશે.

પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવીજ લેટેસ્ટ સચોટ અને સાચી ખબરો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાંજ સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઈક કોમેન્ટ પણ જરૂર કરશો, ધન્યવાદ.

ઈ ક્રાંતિ ન્યૂઝ 
અહેવાલ: પઠાણ યાકુબરઝા, છોટાઉદેપુર
 

 

0 comments:

Post a Comment

आपकी विशेष टिपण्णी और सुझाव का हमे इंतज़ार रहेगा