Welcome to E Kranti News Portal

UDYAM-GJ-28-0009241

Sunday, October 2, 2022

છોટાઉદેપુર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો.

છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના વાલોઠી ગામેથી ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડી કિ.રુ.8,666/-  નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.



શ્રી એમ.એસ. ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે, અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતું,
જે આધારે શ્રી એચ.એચ. રાઉલજી - ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બોડેલી પો.સ્ટે. વિસ્તારના વાલોઠી ગામે તાડ ફળીયામાં આવેલ દિલીપભાઇ ગોવિંદભાઇ નાયક નાઓના મકાનમાં શૈલેષકુમાર કેશાજી ચૌહાણ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના ડોકટરની પ્રેકટીશ કરે છે, અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે.
જેથી એચ.એચ. રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સદર જગ્યાએ રેઇડ કરવા મોકલતા શૈલેષકુમાર કેશાજી ચૌહાણ હાલ રહે. વાલોઠી તાડ ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર મૂળ રહે. ભિલકુવા મોટી ઇસરોલ તા.મોડાસા જી.અરવલ્લી માં ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ, અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ.8666.80/- નો મુદ્દામાલ મળી આવતા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ બોગસ ડોકરનું નામ:
શૈલેષકુમાર કેશાજી ચૌહાણ હાલ રહે. વાલોઠી તાડ ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર, મૂળ રહે.ભિલકુવા, મોટી ઇસરોલ
તા. મોડાસા જી. અરવલ્લી

રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝


 

0 comments:

Post a Comment

आपकी विशेष टिपण्णी और सुझाव का हमे इंतज़ार रहेगा