Welcome to E Kranti News Portal

Sunday, October 2, 2022

કેમ ઉજવવામાં આવેછે ગાંધીજી ની જન્મજયંતી? ટૂંકમાં જાણો


કેમ ઉજવવામાં આવેછે ગાંધીજી ની જન્મજયંતી? ટૂંકમાં જાણો

ગાંધીજી એટલેકે "મોહનદાસ કરમચંદ ગાંધી" તેમનું જન્મ 2જી ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાત ના પોરબંદર માં થયો હતો, તેમના જન્મદિવસ નિમિત્તે આખા ભારત દેશમાં બલ્કે અનેક દેશોમાં તેમના આ જન્મદિનને "ગાંધીજયંતી" તરીકે ઉજવવામાં આવે છે.

તેમના પિતાનું નામ "કરમચંદ ગાંધી" અને માતાનું નામ "પૂતલીબાઈ" હતું, તેમને રાષ્ટ્રપિતા ના નામથી પણ બિરદાવવામાં આવ્યું છે, 
લોકો તેમને પ્રેમથી બાપુ તરીકે પણ ઓળખતા હતા, ગાંધીજીએ આપણા દેશની આઝાદી માટે અનેક મહત્વની ભૂમિકા નિભાવી છે, અને અંગ્રેજોના કુશાસન થી ભારત દેશ ને મુક્ત કરાવવા માટે અનેક આંદોલન, યાત્રા અને સત્યાગ્રહ કર્યા, જેના ફળ સ્વરૂપે 1947 માં ભારત દેશ ને અંગ્રેજોથી આઝાદી મળી, 
ત્યારબાદ 30 જાન્યુઆરી 1948 માં દુશ્મન દ્રારા હત્યા કરી દેવામાં આવી હતી.
ગાંધીજી નું આ યોગદાન અને બલિદાન કોઈ દિવસ ભુલાવી શકાય તેમ નથી અને તેના માટેજ દર વર્ષે બીજી ઓક્ટોબર એટલેકે તેમના જન્મ દિવસ ને *"ગાંધીજયંતી"* તરીકે ઉજવવામાં આવેછે. અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આદર્શો, સિદ્ધાંતો અને યોગદાનને યાદ કરવામાં આવે છે.

✒️ તંત્રી: પઠાણ યાકૂબરઝા, છોટાઉદેપુર.
9173506392