Welcome to E Kranti News Portal

Wednesday, September 28, 2022

છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્રારા વિવિધ યોજનાના ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

AAP દ્વારા ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપવામાં આવી રહી છે, જેના માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ગામેગામ ફરીને ગેરંટી કાર્ડ આપવાનું કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે.

આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્રારા વિવિધ ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્ડનું મુખ્યત્વે ત્રણ અલગ-અલગ ભાગોમાં સમાવેશ થાય છે.
1- બેરોજગાર યુવાનોને રોજગાર.
2- મહિલાઓની સુરક્ષા.
અને 
3- વીજળી ગેરંટી કાર્ડ.

AAP દ્રારા ગુજરાતમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડાઈ રહી છે, જે અન્વયે આમ આદમી પાર્ટી કમરતોડ મેહનત અને પ્રચાર કરી રહી છે, ગુજરાતના ઇતિહાસ માં અત્યાર સુધી કોઈએ ચૂંટણી માં કોઈપણ કામની ગેરેન્ટી આપી નથી, જ્યારે AAP ગેરેન્ટી કાર્ડ આપીને પાક્કું વચન આપી રહી છે.
 
 

 

અરવિંદ કેજરીવાલની ગેરેન્ટી પ્રમાણે "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર" 
●દરેક પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. 
●તમામ ગામડા અને શહેરોમાં 24 કલાક વીજળી અને 2021 પહેલાના જૂના ઘરેલું વીજ બીલ માફ 
●ગુજરાતના પ્રત્યેક બેરોજગારોને રોજગારી આપીશું , જેમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે . અને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપવામાં આવશે.
●18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયાની સામાજિક સહાય રાશિ આપવામાં આવશે . 
●ભારતીય સેના અને ગુજરાત પોલીસના જવાનો જો સેવા દરમિયાન શહીદ થશે તો તેમના પરિવારને એક કરોડ રૂપિયા ની સન્માન રાશિ આપવામાં આવશે .
●દરેક બાળકને સારું અને નિઃશુલ્ક શિક્ષણ . દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સરકારી શાળાઓને ખાનગી શાળાઓ કરતા વધુ સારી બનાવવામાં આવશે. ખાનગી શાળાઓને મનસ્વી ફી વધારવા પર પ્રતિબંધ મુકવામાં આવશે .
●શિક્ષકોને પાક્કી સરકારી નોકરી આપીશું અને શિક્ષણ સિવાય અન્ય કોઇ કામ આપવામાં આવશે નહીં. 
●દરેક પંચાયતને 10 લાખની વાર્ષિક ગ્રાન્ટ અને દરેક સરપંચને દર મહિને 10 હજાર માનદ વેતન. 
●દરેક નાગરિકને નિઃશુલ્ક અને વિશ્વસ્તરીય સારવાર આપવામાં આવશે . 
●સમગ્ર ગુજરાતમાં દિલ્હી જેવા શાનદાર મોહલ્લા ક્લિનિક્સ અને હોસ્પિટલો ખોલવામાં આવશે .  
●ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન 12 કલાક વીજળી આપવામાં આવશે. ખેડૂતોને ઘણા પાક પર MSP દર આપવામાં આવશે. જૂની જમીન માપણી રદ કરીને ખેડૂતોની ભાગીધારીથી નવેસરથી સર્વે કરવામાં આવશે. 
●વેપારીઓને પણ ભય અને ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણ આપીને સરકારમાં ભાગીદાર બનાવવામાં આવશે .
●6 મહિનામાં VAT રિફંડ કરવામાં આવશે અને GST ને સરળ બનાવવામાં આવશે .
●દરેક આદિવાસી વિસ્તારમાં પાક્કા રસ્તાઓ , શાળાઓ , હોસ્પિટલ અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે .
●દિલ્હીની જેમ ગુજરાતના તમામ વડીલોને પવિત્ર યાત્રાધામોની નિઃશુલ્ક યાત્રા કરાવવામાં આવશે . 
●દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ભ્રષ્ટચાર સંપૂર્ણપણે નાબૂદ કરીશું .

કેજરીવાલની આ ગેરેન્ટી યોજના ગુજરાતમાં રંગ લાવશે કે કેમ? તે જોવાનું રહ્યું.

રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝